હિતેન વિઠલાણી, દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બીજેપી સાંસદો માટે આયોજિત 'અભ્યાસ વર્ગ' માં નેતાઓનું માર્ગદર્શન કરશે. પીએમ મોદીએ શનિવારે સવારે સંસદના લાઈબ્રેરી ભવનમાં આયોજિત કાર્યશાળાનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટનસત્ર મળીને 2 દિવસમાં કુલ 9 સત્ર હશે. અભ્યાસ વર્ગના પ્રથમ સત્રમાં બીજેપી કાર્યકારી અધ્યક્ષ જે પી નડડાના ભાષણથી કાર્યક્રમની શરૂઆત થઈ. કાર્યક્રમની શરૂઆત વડાપ્રધાન મોદીએ દીપ પ્રગટાવીને કરી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજર હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

J&K: મોટો ફિદાયીન હુમલો કરવાની ફિરાકમાં PAK આતંકીઓ, સેના પર કરી શકે BAT હુમલો


અભ્યાસ વર્ગના પ્રથમ સત્રમાં બીજેપી કાર્યકારી અધ્યક્ષ જે પી નડડાના ભાષણથી કાર્યક્રમની શરૂઆત થઈ. શનિવારે સાંજે બીજેપી અધ્યક્ષ અમિત શાહ પાર્ટી સાંસદો ને સંબોધિત કરશે. બે દિવસીય સાંસદોની કાર્યશાળા ના સમાપન સત્ર ને પીએમ મોદી સંબોધિત કરશે. અલગ અલગ સત્રો દરમ્યાન બીજેપી ની વિચારધારા, સંસદીય પ્રક્રિયા, નવા ભારત ની સંકલ્પના, સંઘટન, સાંસદો ના અનુભવ, સોશ્યિલ મીડિયા જેવા વિષયો પર ચર્ચા કરાશે.


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...